વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ચીખલી પોલીસની ટીમે ગૌરક્ષકોની મદદથી માણેકપોર ગામના નવાનગરમાં આવેલ એક ઘરમાં ફ્રીજમાંથી ગૌમાંસ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતા ગૌ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જ્યારે ગૌ હત્યા કરનારા ખાટકીઓમાં ફફડાટ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા માણેકપુર ગામના નવાનગરમાં એક ઈસમના ઘરે શંકાસ્પદ પશુનું માંસ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી જે અંગેની જાણ પ્રેમસીંગ ગાજીનાથભાઈ ગૌસ્વામી રહે.શનિદેવ મંદિર વળોટી તા.ગણદેવી એ <span;>ચીખલી પોલીસ મથકમાં કરતા ગૌ રક્ષકો સહિત પીએસઆઇ એચ.એસ.પટેલ અને અન્ય પોલીસ કર્મીઓ સાથે તપાસ કરતા અંજુમખાન કૈયુમખાન પઠાણના ઘરમાં ફ્રીઝમાંથી બે થેલામાંથી સાઢા છ કિલો જેટલું પશુ માસ મળી આવ્યું હતું આ માસ અંગે આરોપી અંજુમખાન સાથે પૂછપરછ કરતા તેઓ ઉડાઉ જવાબ આપતા શંકાસ્પદ પશુ માસ કયા પ્રાણીનું છે તે જાણવા માટે એફએસએલ તથા વેટેનરી અધિકારીઓને તપાસમાં આપવામાં આવી છે.જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી અંજુમખાન પઠાણ સામે ચીખલી પીએસઆઇ એચ.એસ.પટેલ એ પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુંનો નોંધ કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુની તપાસ અર્થે એક દિવસના રિમાન્ડ મજૂર કરતા પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી.