BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકા પ્રા.શિક્ષક સંઘ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૪ માં આધોઈ ટીમ ચેમ્પિયન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભચાઉ કચ્છ.

ભચાઉ તા-30 એપ્રિલ  : ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભચાઉ તાલુકાના શિક્ષકો મળીને કુલ ૦૭ ટીમને ભાગ લીધો હતો.આધોઈ પ્રા.કુમાર શાળા મધ્યે ફાઇનલમાં આધોઈ અને લાકડીયા વચ્ચેનો મહામુકાબલો યોજાયો જેમાં આધોઈ ટીમ વિજેતા અને લાકડીયા ટીમ ઉપવિજેતા તરીકે રહી હતી.જેમાં બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ નેટર તરીકે ચિરાગભાઈ પટેલ, બેસ્ટ શુટર તરીકે રાકેશભાઈ પટેલને ઘોષિત કરવામાં આવ્યા હતા.ભચાઉ તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા,સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના આશયથી ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની એક દિવસીય નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સંપન્ન થયું..આ તકે ભચાઉ તા.પ્રા.શિ.સંઘના પ્રમુખ,મંત્રીશ્રી, બી.આર.સી. કૉ. ઓર્ડી. વિજયભાઈ, આધોઈ જૂથ પંચાયતના સરપંચશ્રી,મહેન્દ્રસિંહ જાડેજા,જયમાતાજી ગ્રુપ આધોઈ ના સભ્યો,યુવા મિત્રો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજનને સફળ બનાવવા ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ,મંત્રીશ્રી,તેમજ આધોઈ – ઉદેપુર ગ્રુપના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.આમ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.છેલ્લે ટ્રોફી વિતરણ સમારોહમાં ભચાઉ તા.પ્રા.શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ગંગારામ રાજગોર સાહેબે રમતને ઉજાગર કરવા પ્રેરક ઉદબોધન કર્યું હતું.તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં એન્કરિંગ નિકુંજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button