ARAVALLIGUJARATMODASA

શું મતની એક રૂપિયો કિંમત..? સાબર ડેરીના ચેરમેન શામળભાઈ એ ભાજપના સહકાર સંમેલનમાં કરેલી જાહેરાત કેટલી યોગ્ય 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શું મતની એક રૂપિયો કિંમત..? સાબર ડેરીના ચેરમેન શામળભાઈ એ ભાજપના સહકાર સંમેલનમાં કરેલી જાહેરાત કેટલી યોગ્ય

સાબરકાંઠા લોકસભાની બેઠક પર ઉમેદવારનો પ્રચાર હાલ પૂર જોશમાં ચાલી રહ્યો છે તેવામાં ભાજપ પક્ષ દ્વારા હાલ વિવિધ સંમેલન કરી મતદારો ને રિઝવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં અરવલ્લી જિલ્લામાં સહકાર સંમેલન યોજાયું હતું જેમાં દૂધ મંડળી ના પશુપાલકો હાજર રહ્યા હતા અને ભાજપના નેતાઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને મતદારો ને આકર્ષવા વિવિધ માહિતી આપવામાં આવી હતી અને બીજી તરફ આજની સભામાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ દ્વારા પશુપાલકો ને મત અંતર્ગત જાહેરાત કરવામાં આવી હતી

 

ભાજપના સહકાર સંમેલનમાં ખાસ શામળભાઈ પટેલ દ્વારા જાહેર મંચ પરથી તેમજ ભાજપનો ખેસ પહેરીને પશુપાલકો માટે જાહેરાત કરવામા આવી હતી જેમાં જણાવ્યું હતું કે મતદાન ને દિવસે જે પશુ પાલકો સવારે સાત થી દસ વાગ્યાં સુધી જે મતદાન કરશે અને સાંજે દૂધ ભરાવતી વખતે બતાવશે તો એક લિટરે એક રૂપિયો ભાવ વધારો આપવા આવશે તેમ જાહેર મંચ પરથી જણાવ્યું હતું અને હાલ આ ભાજપના કાર્યક્રમ માં જાહેર મંચ પરથી અને ભાજપનો ખેસ પહેરી જાહેર કરતા ચારે કોર ચર્ચાઓ જામી છે કે શું આ જાહેરાત કરેલી કેટલી યોગ્ય કહેવા શું આ આચારસંહિતાનો ભંગ કહી શકાય..? તે હાલ ચર્ચા એ જોર પકડ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button