ABADASAGUJARATKUTCH

પયગંબર એ ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફાની શાન માં ગુસ્તાખી કરનાર મોરબી ની મહિલા વિરુદ્ધ અબડાસા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અને નલીયા સી.પી.આઈ.ઓફીસ માં ફરીયાદ માટે અરજી અબડાસા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી

વાત્સલ્ય્મ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-અબડાસા કચ્છ.

અબડાસા,તા.30 એપ્રિલ  : અબડાસા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળી ને નાયબ કલેક્ટર અબડાસા ને આવેદન પત્ર અને નલીયા પી આઇ ને રજુઆત કરવામાં આવી કે ટુક સમય પહેલા રામનવમી ની રેલી દરમિયાન મોરબી મા એક મહિલા દ્વારા હુઝર સલ્લલ્લાહો અલેયહૈ વસલ્લમ ની શાન માં જે ગુસ્તાખી કરવામાં આવી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજ મા રોષ ફેલાયો છે અને લાગણી દુભાઈ છે આવા અસામાજીક તત્વો ને અને રેલીના આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ મહિલા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે જો જલ્દમા જલ્દ ધરપકડ કરવામાં નહિ આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે મુસ્લિમ સમાજ અમારા પયગંબર સાહેબ વીષય એક પણ ખોટું શબ્દ સાખી નહિ લેવાય અને કટ્ટરવાદીઓ ને રજાક હિંગોરા એ જણાવ્યુ હતો કે ઈસ્લામ માં મહિલાઓ અને બાળકો અને વૃદ્ધો નો જંગ દરમિયાન પણ નુકસાન ન પહોંચાડવાનો પયગંબર સાહેબ નો હુકમ છે ત્યારે હિંગોરાએ કટ્ટરવાદીઓ ને જણાવ્યુ કે બાયકાંગલાઓ મહિલાઓ ને શું આગળ કરો છો હિંમત હોય તો તમે આગળ આવો એવુ ઉલ્લેખ કર્યો હતો.ત્યારબાદ અબડાસા હિત રક્ષક સમિતિ ના પ્રમુખ સાલેમામદ પઢીયાર અને ઈકબાલભાઈ મંધરા એ જણાવ્યું હતું કે ચુંટણી પહેલા એની ધરપકડ થવી જોઈએ નહિતર અમને નાછુટકે ઉગ્ર વિરોધ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે જવા ફરજ પડશે આ બાબતે સૈયદ સમાજ ના પ્રમુખ સૈયદ તકીશા બાપુ, અબડાસા તાલુકા પંચાયત ના સદસ્યો જાફરભાઈ હિંગોરા અને આમદભાઈ સંગાર અને માજી સદસ્ય હાજીઆમદ હિંગોરા અને ખીરસરા સરપંચ આદમભાઈ હિંગોરા અને અભુભાઈ હિંગોરા અને સાધવ ઉપસરપંચ મામદ હુસૈન હિંગોરા નોડે સમાજના પ્રમુખ જાફરભાઈ નોડે અને હાજીજાફર સુરંગી અને અબ્દુલાશા પીરજાદા અને હાજીસાલેમામદ મૌલાના સહિત અબડાસા તાલુકાના વિવિધ સમાજોના આગેવાનો એ હાજરી આપી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button