મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ક્ષત્રિય પરિવારોના ભાઈઓ બહેનો યુવાનો અને આગેવાનો તમામને નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ “ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન” ને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાનમાં કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. જેથી આવું કાંઈ ન બને અથવા રાજપૂત સમાજના આંદોલનને નામે ન ચડે તે માટે આપણે તારીખ 7 ના ચૂંટણીના મતદાનના દિવસને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે અને શિસ્ત બદ્ધ રીતે રહેવાનું છે. રાજપૂત સમાજના કોઈ પણ સભ્યએ કાયદો હાથમા ન લેવો તેમજ આચાર સંહિતાનો ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવી સર્વે કાળજી રાખીશું એવી રાજપૂત ભાઈઓ, બહેનો તથા વડીલોને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે
[wptube id="1252022"]





