નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામમાં ડી.ડી.ઓશ્રી પુષ્પ લતાના અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મતદાનનું મહત્વ સમજાવી મતદાન માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા.
નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને નવસારીના જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશ ચોધરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત આજ રોજ સોમવારે જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાના અધ્યક્ષ સ્થાને મહિલાઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે લોકશાહીમાં મહિલાની સહભાગીતા વધે તે માટે મહિલાઓને ચોક્કસ મતદાન કરવા અપીલ કરી હતી. સ્વીપ નોડલ અધિકારી જયેશ ચોધરીએ કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યુ હતું સાથે મતદાન માટે સંકલ્પ લેવડાવી સૌ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.