CHHOTA UDAIPURGUJARATNASAVADI

સંખેડા ખાતે તડવી સમાજનો 20 સમૂહ લગ્નોત્સવ યોજાયો

મૂકેશ પરમાર નસવાડી 
સંખેડા ખાતે તડવી સમાજનો 20 મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 35 નવયુગલોએ પોતાની નવા જીવનની શરૂઆત કરી હતી ગરીબ અને મધ્યમ વર્ગ સાથે સમાજના સુખી સંપન્ન લોકોએ પણ પોતાના દિકરા-દીકરી ના સમુહ લગ્ન માટે જોડાયા 
          
પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા ખાતે તડવી  સમાજમાં ચાલતા કુરિવાજો ,ખોટા ખર્ચા, ના નિવારણ ને લઈ અને ગરીબ માં ગરીબ વ્યક્તિ પોતાના દીકરા અને દીકરી ના લગ્ન માનસન્માન થી કરી શકે એવાં આશયથી તડવી સમાજ દ્વારા 20 વર્ષો થી સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 35 જોડા નાં લગ્ન યોજાયા હતા તડવી સમાજ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન કરવા માં આવે છે તેમ આ વખતે સંખેડા ના તડવી સમાજની વાડીમાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતુ સંખેડા ખાતે યોજાયેલ સમુહ લગ્નમાં સમાજનાં દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ભેટ-સોગાદો નવદંપતિઓને આપવામા આવી હતી. સમૂહ લગ્નમાં ખાસ ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે સંપન્ન લોકો એ પણ આ સમૂહ લગ્ન માં જોડાઇ પોતાના દીકરા – દીકરીઓનાં લગ્ન કરાવી સમાજ દ્વારા થતા સરાહનીય કાર્યને આવકાર્યું હતુ

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button