આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર – રતનપુર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ
એપ્રિલમાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ભરત સોલંકી અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડૉ. જીગ્નેશ હરિયાણી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. દિપક અનાવડીયા ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર રતનપુર ના મેડિકલ ઓફીસર શ્રી ડૉ. નવીન ચૌહાણ દ્રારા ગામ જસલેણી ખાતે વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં જસલેણી ગામમાં આરોગ્ય ચકાસણી નો કેમ્પ કરવામાં આવેલ જેમાં મેલેરિયા રોગ વિશે તમામ ને આરોગ્ય શિક્ષણ આપેલ. શાળાના બાળકો ને મેલેરિયા મચ્છર નું જીવનચક્ર વિશે વિસ્તૃત સમજવામાં આવ્યું. શાળા ના બળકોને ટીવીમાં વીડિયો અને આ.ઈ.સી પ્રદર્શન દ્રારા મેલેરિયા વિશે સમજાવવામાં આવ્યું. અને મેલેરિયા ને અટકાવવા તમામ પ્રયાસો કરવા શપથ લીધા. આ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ જેમાં લેબટેક દિનેશભાઈ ગોહિલ , સુપરવાઈઝર કેતન સાણોદરિયા, સી.એચ.ઓ સોહિલભાઈ જૂણકીયા, આરોગ્ય કર્મચારી વસંતભાઈ વણસોલા, આશા ફેસિલેટર છાયાબેન તથા તમામ આશા બહેનો હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.