
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ
ભુજ,તા-29 એપ્રિલ : ચૂંટણી પંચ દ્વારા ૧૫ દિવસીય સઘન કાર્યકમ અંતર્ગત આજરોજ સમગ્ર જિલ્લામાં ગરબા સંધ્યા,મહિલા મતદારોની મિટિંગ,રંગોળી જેવા કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા.તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફિસરશ્રી ICDS શાખાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલાઓ દ્વારા ગરબા સંધ્યા,રંગોળી, અને મહિલા મતદારોની મિટિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેમજ મતદાન જાગૃતિ માટે સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આજના આ ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહિલા મતદારોમાં લોકસભાની ચૂંટણીમાં બહોળું મતદાન કરવા અનેરો ઉત્સાહ જણાયો હતો.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજના આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત બહોળા વધુ મતદારો સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો.આજના ત્રિવેણી સંગમ જેવા ગરબા સંધ્યા,રંગોળી તેમજ મહિલા મતદારો મિટિંગના કાર્યક્રમને સફળ બનાવવા TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ, SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા,મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શીવુભા ભાટી અને સમગ્ર ટીમ,તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.








