BHUJGUJARATKUTCH

૧૫ દિવસીય સઘન કાર્યકમ અંતર્ગત જિલ્લામાં KYPS અને ચુનાવ પાઠશાળા જેવા કાર્યક્રમો યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા- એપ્રિલ  : ચૂંટણી પંચ દ્વારા ૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર જિલ્લામાં KYPS (નો યોર પોલિંગ સ્ટેશન)- તમારા મતદાન મથકને ઓળખો અને ચુનાવ પાઠશાળા જેવા કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છ શ્રી અમિત અરોરા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આજરોજ ગામ કે શહેરના મતદારોને પોતાનું મતદાન ક્યાં કરવાનું છે, તે બાબતની સમજણ આપવા માટે KYPS કાર્યક્રમ જિલ્લાના તમામ બુથ ઉપર યોજવામાં આવ્યો હતો.જે અંતર્ગત ગામના BLO, તલાટી,શિક્ષકો, આંગણવાડી વર્કર,આશા વર્કર ,ગ્રામ સેવક,વગેરે કર્મચારીઓ અધિકારીઓ દ્વારા મતદારોને તેઓના મતદાન મથકની ઓળખ મતદાન મથક સુધી લાવીને કરાવવામાં આવી હતી.આ ઉપરાંત આજના દિવસે – ખાસ કરીને જિલ્લાના એવા બુથ ઉપર કે જ્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં ઓછું મતદાન નોંધાયું છે અને જ્યાં મહિલા મતદાનનું પ્રમાણ પુરુષોની સરખામણીએ ૧૦ ટકા અથવા એના કરતાં વધુ ઓછું જણાયું છે તેવા જિલ્લાના કુલ ૬૨૪ કરતાંય વધુ બૂથ ઉપર ચુનાવ પાઠશાળાનું પણ આયોજન મહિલા મતદારોને બોલાવીને કરવામાં આવ્યું હતું અને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી અને અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ પણ મતદાર મહિલાઓ દ્વારા લેવામાં આવ્યા હતા.આજના આ બંને કાર્યક્રમ અંતર્ગત અંદાજિત 52 (બાવન) હજાર કરતાંય વધુ મતદારો સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ વહેતો થયો હોવાની લાગણી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ હતી.આજના આ KYPS તેમજ ચુનાવ પાઠશાળાના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ,SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા,મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શીવુભા ભાટી અને સમગ્ર ટીમ,તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button