GUJARAT
અવાખલ ગામે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 14માં સમૂહ લગ્નોત્સવની મીટીંગ યોજાઈ
આજ ના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે.દિવસે ન દિવસે મોંઘવારી પણ વધતી જાય છે.ત્યારે લગ્નમાં ખોટા ખર્ચ કરીને લોકો આર્થિક ભીંસમાં ન મૂકાય તેના ભાગરૂપે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી અવાખલ ગામે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.તેવી જ રીતે આ વર્ષે પણ અવાખલ ગામે 14માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અત્યાર સુધી લગભગ 46 જેટલાં જોડાઓ નોંધાયાં છે.ત્યારે તારીખ 10 - 5 - 2024 ના રોજ યોજાનાર 14માં લગ્નોત્સવ ના આયોજનના ભાગરૂપે એક મીટીંગ આયોજિત કરાઇ હતી.જેમાં વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા વિચારણા કરી એકબીજાના સૂચનો મેળવ્યાં હતાં.આ પ્રસંગે શિનોર તાલુકા વસાવા સમાજ ના પ્રમુખ,ઉપ પ્રમુખ સહિત ના હોદ્દેદારો,સભ્યો અને પ્રભુતામાં પગલાં પાડનાર નવ યુગલો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ફૈઝ ખત્રી- શિનોર

[wptube id="1252022"]