GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકશાહીના અવસરમાં સહભાગી બનવા ગોંડલ, ટંકારા અને વાંકાનેર વિસ્તારના મતદાતાઓને જાગૃત કરાયા

તા.૨૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બી.એલ.ઓ.શ્રીઓ દ્વારા ઘરે-ઘરે રૂબરૂ આમંત્રણ પત્રિકાઓ આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા

Rajkot: આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજના લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વમાં રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના મતદારોને સ્વીપ દ્વારા મતદાનમાં સહભાગી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ અનુસંધાને ઉ૫લેટા તાલુકાના ગણોદ ગામે નાટક દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ ૭૩-ગોંડલ અને ૬૬-ટંકારા વિધાનસભા મતદાન વિભાગમાં બી.એલ.ઓશ્રી દ્વારા ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ આમંત્રણ પત્રિકા, મતદાર કાપલી તથા માર્ગદર્શિકા પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

બી.એલ.ઓ.શ્રીઓએ વિસ્તારનાં મતદારોને મતદાર જાગૃતિ અંગેના પેમ્પલેટ વિતરણ કરી મતદાનના મહત્વ વિશે સમજણ આપી હતી. મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે બી.એલ.ઓ.શ્રીઓ દ્રારા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા, તેમ અધિક કલેકટરશ્રી તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button