
કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર પોલીસ પરીવાર દ્વારા સ્વર્ગસ્થ કનુજી ઠાકોરના પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાઈ.
——————————
કાંકરેજ તાલુકાના આંબલુન ગામના વતની ઠાકોર કનુજી લેબૂજી (ઉ વર્ષ આ ૩૮) વિરમગામ ખાતે એસ.આર.પી. ગ્રુપમાં ફરજ બજાવતા હતા ત્યારે હાર્ટ એટેકથી કનૂજીનું મૃત્યુ થતા પત્ની,પુત્ર (ઉ.વર્ષ આ.૭)અને પુત્રી (ઉ વર્ષ આ.૪) સહિત પરિવાર ઉપર આભફાટી જવા પામ્યું હતું.ફરજ દરમ્યાન મૃત્યુ થતા સ્વ.કનુજી ઠાકોરના પાર્થદેહને માદરે વતન આંબલુન ખાતે લાવી સ્મશાનયાત્રામાં એસ. આર.પી.,પોલીસ જવાનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને કનુજી “તુમ અમર રહો” ના નારા સાથે ગામના પાદરે અંતિમયાત્રા આવી ત્યારે ભીની આંખે ગામ આખું હિબકે ચડયું હતું.ત્યારે ગામના પાદરે તથા અંતિમ સ્થાને સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.સ્વર્ગસ્થ કનુજી ઠાકોર ના પરીવારને કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર પોલીસ પરીવાર દ્વારા થરા પી એસ.આઈ.આર. જે.ચૌધરી ની ઉપસ્થિતિમાં એક લાખ રૂપિયાની એફ.ડી.માટે આર્થિક સહાય રોકડ રકમ અર્પણ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા




