
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી ત્યારે ઠેર ઠેર શ્રીરામ ચંદ્રજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે.અને તેના એક હિસ્સાના ભાગ રૂપે સૌના સહિયારા સહયોગથી કાંકરેજ તાલુકાની પાવન ભૂમિ તાણા (થરા)માં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદીરથી શોભાયાત્રા બુધવાર તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ ઢોલ નગરા,ઝાલર,ઘંટનાદ અને શરણાઈઓના સુરો વચ્ચે થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,અચરતલાલ ઠક્કર, કિરીટભાઈ અખાણી,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,નિરંજનભાઈ ઠક્કરની હાજરીમાં શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિરે શોભાયાત્રા પહોંચતા ગામની બલિકાઓ દ્વારા સ્વાગત કરી શ્રી શિશુમંદિરની દીદીઓ,વિધાર્થીઓ દ્વારા રાસ-ગરબે રમી ઝૂમી ઉત્સાહમાં વધારો કર્યો હતો. ગામના સૌ ધાર્મિક રામભક્તો જોડાઈને સામૈયા કરી !! શ્રીરામ જય રામ જય જય રામ !!! ના જયકરા સાથે ઠેર ભવ્ય સ્વાગત કરીને શ્રીરામજી મંદિર ખાતે થઈ હાઈસ્કૂલ રોડ,માર્કેટયાર્ડ ગરનાળુ, બહુચર માતાજી મંદિર થઈ શોભાયાત્રા સાંજે ૫ કલાકે નીજ સ્થળે પહોંચી શ્રીરામ ચંદ્રજીની મહાઆરતી ઉતારી સમાપન કરવામાં આવ્યું હતું.ત્યારે લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ, થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,મંત્રી રાઘવેન્દ્ર જોષી,રાજુભાઈ બારોટ, જલાભાઈ દેસાઈ,ગમનભાઈ દેસાઈ,સુખદેવભાઈ સુથાર, નવીનભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ રાવળ (હલો) સહિત તાણા-થરાના દરેક સમાજના આગેવાનો, મહાનુભાવો,વડીલો, યુવાનો,બાળકો,ભાઈઓ-બહેઓએ પધારી ઉત્સવ મનાવ્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



