BHUJGUJARATKUTCH

મતદાર જાગૃતિ માટે એમઓયુ કરેલી ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમોની કામગીરીની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમીક્ષા કરી.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-26 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે કચ્છની ૩૧ જેટલી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જેના પગલે અત્યારસુધી થયેલી અસરકારક મતદાર જાગૃતિ કામગીરી તથા આવનારા સમયમાં કરવાપાત્ર કામગીરીના સંદર્ભમાં આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રીવ્યુ બેઠક યોજાઇ હતી.TIP નોડલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ તમામ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમજીવી વર્ગ તથા કર્મચારીઓ મહત્તમ મતદાન કરે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યૌગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તેમજ મતદાનના દિવસે તેમને મળવાપાત્ર પેઇડ રજાનો ઉપયોગ કરીને મતદાન કરવા અચૂક મતદાન મથક સુધી પહોંચે તે અંગે જાગૃતિ સાથે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવા ખાસ સૂચન કર્યું હતું.શ્રમિક વર્ગને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે એકમોને ખાસ અવસર ડિસ્કાઉન્ટ પ્લાન ઘડવા, ઇન્સેન્ટીવ કે અન્ય ખાસ પ્રોત્સાહક યોજના બનાવવા જણાવાયું હતું. ખાસ કરીને લેબર કોલોનીમાં મતદાન જાગૃતિની પ્રવૃતિ કરવા કલેકટરશ્રીએ ખાસ સૂચના આપી હતી.તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે સ્વીપ અંતર્ગત ખાસ બેઠકનું આયોજન કરવા કલેકટરશ્રીએ સ્વીપના નોડલ તથા સંબંધિત તંત્રના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૨૮ એપ્રિલ પોતાના બૂથને ઓળખો કાર્યક્રમમાં તમામને સહભાગી થવા અપીલ કરી હતી. જેથી મતદાના દિવસે મતદાન મથક સુધી પહોંચવા મતદારોને સુગમતા પડે તેમજ તેઓ આ બાબતે જાગૃત બની શકે. ઔદ્યૌગિક સંસ્થાઓ સહિત દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ ડી.આર.ડી.એ કચ્છ, પીજીવીસીએલ, ફોકીઆ કચ્છ, ડીપીએ ગાંધીધામ, કાસેજ ગાંધીધામ, વેલસ્પન અંજાર, અદાણી પોર્ટ મુંદરા, જીએમડીસી ગઢશીશા, જીએમડીસી માતાના મઢ, જીએમડીસી ઉમરસર, જીએમડીસી પાન્ધ્રો, એમડીએમ એસોશિએસન કચ્છ, એફપીએસ એસો. કચ્છ, ચાઈના ક્લે એસો. કચ્છ, બેન્ટોનાઈટ એસો. કચ્છ, સરહદ ડેરી, નવચેતન અંધજન મંડળ, જીઆઈડીસી નખત્રાણા, જીઆઈડીસી નાગોર, જીઆઈડીસી ધ્રબ, અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર, સાંઘી સિમેન્ટ સાંધીપુરમ, બીકેટી કંપની અંજાર, ચેમ્બર્સ ઓફ કોમર્સ ગાંધીધામ અને ટીમ્બર્સ એસો. ઓફ ગાંધીધામના ઉપસ્થિત પ્રતિનિધિઓએ તેમના એકમ કે સંસ્થા દ્વારા થયેલી મતદાન જાગૃતિ અંગેની કામગીરી અંગે કલેકટરશ્રીને અવગત કર્યા હતા તેમજ આવનારા દિવસના અન્ય આયોજન સંદર્ભ જાણકારી આપી હતી.આજની બેઠકમાં SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જહેમત ઉઠાવવામાં આવી હતી.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button