વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ તા-23 એપ્રિલ : આગામી તા.૨૭/૦૪/૨૦૨૪ થી તા.૨૯/૦૪/૨૦૨૪ દરમિયાન હાજીપીર મુકામે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા તા.૨૯/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી આમારા ગામ પાસે આવેલ કરોળપીર ખાતે ઉર્ષ મેળો યોજવામાં આવનારો છે. આ મેળા દરમિયાન જિલ્લાના તથા જિલ્લા બહારથી શ્રદ્રાળુઓ પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્રારા જિલ્લામાં સામખીયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતાં હોય છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફીક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફીક નિયમન કરવું જરૂરી બને છે.શ્રી અમિત અરોરા જિલ્લા મેજીસ્ટ્રેટે,કચ્છ ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૨૩/૦૪/૨૦૨૪ના સવારના ૬ કલાક થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી પદયાત્રીઓ માટે જિલ્લા બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે તેઓએ નીચેની વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને તેની જાણ કરવાની રહેશે. ઉપરોકત વિગતોમાં સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું, ટેલીફોન નં/મોબાઇલ નં, કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો/આયોજકોના નામ,સરનામા,ટેલીફોન નં/મોબાઇલ નં,કેમ્પના સેવા આપનાર સ્વય સેવકોના નામ,સરનામા,ટેલીફોન નં/મોબાઇલ નં,કેમ્પમાં કોઇ ચીજ વસ્તુ/ખાધ પદાર્થ વિતરણ કરવાના છે કે કેમ? જો હા તો તેની સંપૂર્ણ વિગત, પ્રતિબંધિત ખાધપદાર્થનું વિતરણ કરી શકશે નહીં, કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત, જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઇટ રીફલેકટર રાખવા.કેમ્પ આયોજકોએ સફાઇ માટે સ્વીપર વિગેરેની જરૂરી વ્યવસ્થા કરવી,યાત્રાળુઓ માટે શુધ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે, રસ્તા પર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહીં, લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાગી મેળવાની રહેશે, પ્લાસ્ટીકના થેલીનો ઉપયોગ કરવાનો રહેશે નહી, કેમ્પના સંચાલકોએ જમીન માલીકની પરવાનગી મેળવી મંડપ વગેરે બાંધવાના રહેશે, કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઇ પણ પ્રકારના અવરોધ ઉભા કરવાના રહેશે નહીં.સેવા કેમ્પ પસાર થતા માર્ગથી અંદરના ભાગે વાહનવ્યવહારને તેમજ સહદારીઓ/પદયાત્રીઓને અડચણ રૂપ ન થાય તે રીતે બાધવાના રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.









