GUJARATMEHSANAVIJAPUR

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ કોલેજ વિસનગરની વિદ્યાર્થીનીઓએ બનાવી મતદાન જાગૃતિ માનવ સાંકળ

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ કોલેજ વિસનગરની વિદ્યાર્થીનીઓએ બનાવી મતદાન જાગૃતિ માનવ સાંકળ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શાળા, કોલેજ અને આંગણવાડીઓ તેમજ સ્થાનિક નગરોમાં મતદાન જન જાગૃતિ ની પ્રવૃત્તિ ચાલી રહી છે જે પૈકી આજરોજ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એડ કોલેજ વિસનગરની વિદ્યાર્થીનીઓએ બનાવી મતદાન જાગૃતિ માનવ સાંકળ બનાવી મતદાન જ જનજાગૃતિ અભિયાનને વધુ વેગવાન બનાવ્યું હતું. કોલેજની 58 વિદ્યાર્થીનીઓએ અંગ્રેજીમાં વોટ ની માનવ સાંકળ રચીને મતદાન કરવા માટે પ્રેરક સંદેશો પૂરો પાડ્યો હતો. સ્વીપ પ્રવૃત્તિ ના નોડલ અધિકારી શ્રી બી એન પટેલ ની આગેવાનીમાં તેમજ કોલેજના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શન માં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત આ માનવ સાકળ બનાવવામાં આવી હતી જેમાં વોટ લખીને વિદ્યાર્થીનીઓએ લોકશાહીના અવસર લોકસભા સામાન્ય ચૂંટણીમાં વોટ એટલે કે મતનું કેટલું મૂલ્ય છે વોટ અમૂલ્ય છે એમ સમજાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button