ARAVALLIGUJARATMEGHRAJ

ભીખાજીનો શું વાંક..? તુષાર ચૌધરી : મેઘરજના  ભીખાજીના વિસ્તારમાં કોંગ્રેસના તુષાર ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભીખાજીનો શું વાંક..? તુષાર ચૌધરી : મેઘરજના  ભીખાજીના વિસ્તારમાં કોંગ્રેસના તુષાર ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી

લોકસભા ની ચૂંટણી ના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બન્યે પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે વિવિધ જગ્યાએ સભાઓ કરી મતદારો ને જીતવા પ્રયત્ન કરતા હોય છે ખાસ કરીને લોકસભાની બેઠક ચર્ચામાં હોય તો તે છે સાબરકાંઠા ની બેઠક જ્યાં ભાજપની ભીખાજી ની ટિકિટ કપાઈ અને શોભનાબેન ની ટિકિટ ફાઇનલ થતા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો જેમાં ભિખાજીના સમર્થકો માં ભારે રોષ આજે પણ યથાવત છે એના વચ્ચે હવે કૉંગેસ બાજી મારી જાય તો નવાઈ નહિ

હાલ ચૂંટણી ના પ્રચાર અંતર્ગત સાબરકાંઠા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર તુષારચૌધરી પૂર જોશમાં ચાલી રહ્યા છે ખાસ કરીએ ગામડાઓમાં ખાટલા બેઠક કરી મતદારો ને રિજવી રહ્યા છે જેમાં મેઘરજ તાલુકામાં તુષાર ચૌધરી ની ધમાકેદાર એન્ટ્રી થતા ભીખાજીના વિસ્તારમાં પ્રચાર અર્થએ જોડાયા હતા જેમાં બાઠીવાડા, ભૂતિયા, બેલ્યો, સારંગપુર, મેઘરજ, રામગઢી વિસ્તારમાં બેઠકો કરી હતી પ્રચાર પસાર કર્યો હતો

કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર એ ગરીબ ની સરકાર છે કોંગ્રેસ સરકાર માં પ્રેટોલ ના ભાવ ઓછા હતા આજે ડબલ થઇ ગયા. બીજી બાજુ કોંગ્રેસ સરકાર બની આ વખતે તો અમે પણ વિવિધ ગેરેન્ટી આપીશું તેમ જણાવ્યું હતું.ભીખાજી વિશે જણાવતા કહયું હતું કે આમાં ભીખાજીનો શું વાંક કે ટિકિટ પાછી ખેંચવી પડે ? હા વાંક એજ કે તેઓ ગરીબ સમાજ માંથી આવે છે અને આ વખતે પહેલી વાર અરવલ્લી જિલ્લામાં ટિકિટ મળી છે એટલે ભાજપે વિચાર્યું કે આ બધાને દિલ્હી ના બતાવાયા નહિ તો પેધા પડશે એટલે ટિકિટ પાછી ખેંચી તેમ તુષાર ચૌધરી એ અલગ અંદાજમાં જણાવ્યું હતું ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપ પક્ષ બન્યે વચ્ચે ખરાખરી નો જંગ જામશે તેવું હાલ લાગી રહ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button