મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંસ્થાઓ આયોજિત સાંસ્કૃતિક રંગોત્સવ તા.20 એપ્રિલ 24 ને શનિવાર બપોરના શ્રી કાનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો. આ કાર્યક્રમ મમતામંદિર સંસ્થાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામા આવ્યો. જેમા 270 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો 500 થી વધુ વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા માનનીય પ્રતીમાબેન મોદી , ટ્રસ્ટીશ્રી શ્રી સતીષભાઈ કોઠારી, શ્રી કુંદનભાઈ, સૂર્યાબેન પટેલ લોકલ કમેટીના સભ્યશ્રીઓ, પ્રજાપિતા બ્રહમાકુમારી માઉન્ટ આબુથી સૂર્યમણીભાઈ તથા તેમના સાથીઓ, વિદ્યામંદિર ટ્રસ્ટના કા.નિયામક શ્રી મહેન્દ્રભાઈ પટેલ મમતામંદિરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ.અતીનભાઈ જોષી, આચાર્યશ્રીઓ અધિકારીઓ, મમતામંદિર શાળાઓનો તમામ સ્ટાફ તથા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મમતામંદિર શાળાઓના તમામ સ્ટાફની અથાગ મહેનત અને કમીટમેન્ટના લીધે આ રંગારંગ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો