હાલોલ માં શ્રી મહાલક્ષ્મી માતાજી ની નવનિર્મિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ભક્તિસભર વાતાવરણમાં યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૪.૨૦૨૪
હાલોલ નગરની મધ્યમાં ખારીકુઈ ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ખાતે સ્થાપિત શ્રી દશા પોરવાડ વણિક જ્ઞાતિ સમાજ તેમજ શ્રીમાળી સોની સમાજના કુળદેવી એવા શ્રી મહાલક્ષ્મી માતાજી ની મૂર્તિ કોઈ કારણોસર ખંડિત થતા રાજસ્થાનના જોધપુર ખાતે કુશળ કારીગરો ના હસ્તે નવનિર્મિત આકાર પામેલ મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ 18 થી 21 એપ્રિલ સુધી ભક્તિસભર વાતાવરણ માં યોજવાનાર છે. જેમાં 18મી એપ્રિલના રોજ શ્રી મહાલક્ષ્મી માતાજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન યજ્ઞકુંડમાં આહુતિ આપનાર દંપતીઓ ની દેહશુદ્ધિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે 19 અને 20 મીના રોજ શ્રી દશાપોરવાડ ની વાડી ખાતે બાબુભાઇ શાસ્ત્રી સહીત વિદ્વાન પંડિતો દ્વવારા વૈદિક મંત્રોચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા યાગમાં 11 દંપતીઓએ હવનકુંડમાં આહુતિ આપી હતી. આજે શનિવારના રોજ સાંજે 5.30 કલાકે બસ્ટેન્ડ સ્થિત શ્રી દ્વવારકાધીશ હવેલી ખાતેથી શ્રી તૃતીયપીઠ કાંકરોલી યુવરાજ પ.પૂ. ગોસ્વામી 108 શ્રી વેદાન્તકુમાર મહોદયશ્રી તેમજ પ.પૂ. ગોસ્વામી 108 શ્રીસિદ્ધાંતકુમાર મહોદયશ્રી ની આજ્ઞા તેમજ તેમની પ્રેરક ઉપસ્થિતિમાં માતાજીની મૂર્તિની શોભાયાત્રા શુશોભિત બગીમાં બિરાજમાન કરી નગરમાં મુખ્ય માર્ગો પર ફરી પોરવાડ ની વાડી ખાતે પોહચી હતી.ત્યારબાદ તેનું પૂજન કરવામાં આવ્યું હતું.જયારે 21 એપ્રિલ ને રવિવારની સવારે 9.00 કલાકે માતાજીની પૂજા અર્ચના કરી પોરવાડની વાડી ખાતે થી વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં માતાજીની પ્રતિમાની શોભાયાત્રા નીકળી બજારમાં ખારીકુઈ ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ખાતે પોહચી શ્રી વેદાન્તકુમાર મહોદયશ્રી તેમજ શ્રીસિદ્ધાંતકુમાર મહોદયશ્રી ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચાર સાથે માતાજીની મૂર્તિમાં પ્રાણ પુરી પુનઃ સ્થપિત કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે બંને સમાજના લોકો તેમજ માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,અને ભક્તિમય વાતાવરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપન થશે.










