MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ના સખપર ગામે વીજળી પડતા ખેડૂત મંજુર નું મોત

ટંકારા ના સખપર ગામે વીજળી પડતા ખેડૂત મંજુર નું મોત

મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો જેમાં ટંકારા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે સવારે ૦૮ : ૩૦ કલાકના અરસામાં વરસાદ અને વાવાઝોડા વચ્ચે વીજળી પડવાની ઘટના બની હતી ટંકારા તાલુકાના સખપર ગામે હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગાની વાડીએ કામ કરતા બીપુલભાઈ હટીલા નામના ૨૩ વર્ષીય ખેત મજુર પર વીજળી પડી હતી જેથી મજુરનું કરુણ મોત થયું હતું

ખેત મજુર ખેતરે પાણી વાળવા ગયો હોય ત્યારે વીજળી પડતા મોત થયું હતું જે બનાવ મામલે શ્રી સખપર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે તો ટંકારા પોલીસ મથકમાં પણ જાણ કરતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button