કાલોલ શહેરના છેવાડા વિસ્તારના ખેડુતો ઘંઉના ખેતી પાક ની કાપણીની કામગીરીમાં જોતરાયા.

તારીખ ૨૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના છેવાડાના વિસ્તારોનાં ખેડુતો દ્વારા શિયાળા પાકના ભાગ રુપે ઘંઉનો પાક કરવામા આવે છે.આ વર્ષે સારી એવી ઠંડી પડવાની ઘઉનો પાક પણ સારો થયો છે.કાલોલ શહેરના છેવાડા સહિત તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ઘંઉની કાપણીની સીઝન ચાલી રહી છે.થ્રેસર વડે તેમાથી ઘઉ કાઢવાની કામગીરીમાં ખેડુતો જોતરાયા છે.ખેડુતો દ્વારા પણ સારો ભાવ મળે તેવી પણ આશા રાખી રહ્યા છે.જીલ્લાના કાલોલ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે ચોમાસાની ખેતી પર જ આધાર રાખવામા આવે છે. જ્યારે મોટાભાગના વિસ્તારોનાં ખેડૂતો પાસે પીયતની વ્યવસ્થા છે તેઓ દ્વારા શિયાળામાં ઘઉની ખેતી કરવામા આવે છે. આ વખતે પણ કાલોલ તાલુકામા હજારો હેક્ટર જમીનમાં ઘંઉનો પાક કરવામા આવ્યો હતો.હાલમાં માર્ચ મહિનાની છેલ્લી તારીખ સુધી ઠંડી રહેતા સારી એવી ઠંડીના કારણે પાક પણ સારો થયો છે.હાલમા ખેડુતો દ્વારા પણ ઘઉની કાપણી કરવાની સીઝન શરુ થઈ ગઈ છે. જેમા ખાસ કરીને કાપણી બાદ ઘઉના પુળા બાધવામા આવે છે અને તેના બાદ થ્રેસર મશીન વડે તેમાથી ઘઉના દાણા છુટા પાડવામા આવે છે.ખેડુતો કેટલોક જથ્થો પોતાની પાસે રાખે છે.અને ઘંઉને બજારમા વેચીને આવક પણ મેળવતા હોય છે.