AHAVADANG

ડાંગનાં વઘઈ ખાતે આવેલ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય માર્ગ ઉપર મતદાર જાગૃતિ રેલી યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરીકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે રેલી દ્વારા લોકોને જાગૃત કરાયા :* લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, વઘઈ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાવામાં આવ્યું હતુ.

વઘઈના તાલુકાના મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રી વિજયભાઇ દેશમુખે વઘઇ તાલુકા સેવા સદન ખાતેથી લીલીં ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી.

લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે, તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, વઘઇની સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૩૧૫ વિદ્યાર્થીઓ, આદર્શ નિવાસી શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓ, કૃષિ યુનિવર્સીટીના કુલ ૫૦ વિદ્યાર્થીઓ, વઘઇ આઇ.ટી.આઇના કુલ ૬૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૦૦ જેટલાં પોલીસકર્મીઓ સહિત કુલ ૫૫૦ થી વધુ લોકો રેલીમાં જોડાઇને મતદાન માટે નાગરીકોને આહવાન કર્યું હતુ.

તાલુકા સેવા સદન ખાતે શરૂ થયેલ આ જનજાગૃતિ રેલી વઘઇ બજાર તેમજ મુખ્ય રસ્તેથી રેલી યોજી વઘઇ સર્કલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button