દુકાન આગળ મુકેલ લારી હટાવવાનું કહેનાર મહિલા સાથે ઝઘડો કરી થપ્પડો મારતા ફરિયાદ કે કુવો તોડાવવા નુ દબાણ?

તારીખ ૧૯/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસમાં મથકે નોંધાયેલ ફરિયાદ ની વિગતો જોતા માયાબેન જીતેન્દ્ર કુમાર જસવાણીનો પુત્ર બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં શાકભાજીની દુકાન ધરાવે છે તેમની દુકાનની આગળ ચંપલ ની લારી ઓ રાજ અને મોન્ટુ નામના બે ભાઈઓએ મુકેલ જે લારી હટાવવાનું કહેતા ગાળો બોલી ઝઘડો કરી હોવાની વિગતો એ ફરિયાદ નોંધાવી છે આ દરમિયાન બંને ની માતાએ ફરિયાદીને થપ્પડ મારી હોવાનુ જણાવેલ છે વધુમાં ત્રણેવ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવેલ છે. પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી ની દુકાન ને કોઈ પણ રીતે આ લારીઓ નડતરરૂપ નથી પરંતુ કોઈને કોઈ રીતે દુકાન પાસેનો સરકારી કુવો તોડી પાડવા અને કુવા પાસે ઊભા રહીને વેપાર કરતા લોકોને હટાવવા માટે ના દબાણ સ્વરૂપે ફરીયાદ નોંધાવી હોવાનુ ચર્ચામાં આવી રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ફરીયાદી અને તેમનો પુત્ર સ્વાગત કાર્યક્ર્મ અને સરકારી કચેરીઓ મા રજૂઆતો કરી કુવો તોડી નાખવા ની અરજીઓ કરી હોવાનુ જાણવા મળેલ છે.










