
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડના પુંજાપુર ગામમાં લગ્નમાં પથ્થર મારો મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા,પોલીસ કાફલો ઘટનાસ્થળે
પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો થતા બાયડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો

અરવલ્લી જીલ્લામાં ઉનાળો અસલ મિજાજ બતાવી રહ્યો છે કાળઝાળ ગરમીમાં હિટ સ્ટ્રોકની ઘટનાઓમાં વધારો થવાની સાથે જાણે લોકોને મગજ પર ગરમી ચઢી ગઈ હોય તેમ મારામારી અને ઘર્ષણ થવાના કેસ પણ બહાર આવી રહ્યા છે બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં અગમ્ય કારણોસર જૂથ અથડામણ જેવી ઘટનામાં પથ્થરમારો થતા મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે લગ્નપ્રસંગમાં પથ્થરમારો થતા તાબડતોડ બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર,બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં સોમવારે ગામમાં બે લગ્ન પ્રસંગ હોવાથી એક પરિવાર જાન લઇ નીકળ્યો હતો અને એક પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી જાન આવતા બંને વચ્ચે ડી.જે વગાડવાના મુદ્દે બખડો સર્જાયો હતો અને સામસામે પથ્થરમારો અને લાકડીઓ અને લાકડાના ડેગા લઇ બે જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ સર્જાતા ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી પથ્થરમારામાં કેટલાક મહિલા અને પુરુષો ઈજાગ્રસ્ત થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા બાયડ પોલીસને જાણ થતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી તંગદિલી ભર્યાં વાતાવરણ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ ખડકી દીધી હતી લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણમાં અંદર-અંદર સમાધાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી આ અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બાયડ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઇ નથી હાલ ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો









