
વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે નામાંકન પત્ર ભરી જીત ની આશા વ્યક્ત કરી
ફુદેડા ગામથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવી નમાંકન પત્ર રજૂ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે સવારે ફુદેડા ગામથી રેલી સ્વરૂપે નીકળી કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા રાખી 12.39 કલાકે મામલતદાર કચેરીમાં ઉપસ્થિત રહીને મામલતદાર જે.એસ પટેલ ચૂંટણી અધિકારી ને પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતુ.અને જીત ની આશાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે લોકસભા ના ઉમેદવાર રામજી ઠાકોર તેમજ પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ સૈયદ, તેમજ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ તેમજ એલ.એસ રાઠોડ અશોકસિંહ વિહોલ, અસપાક અલી સૈયદ સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્ષત્રીય સમાજના યુવા કાર્યકરો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરીને ટેકો જાહેર કર્યો હતો દિનેશભાઈ પટેલે જણાવ્યું હતુકે દરેક જાતિ કોમ ના લોકો અમારી પડખે છે. અને અમો ચોક્કસ થી જીતી શુ તેવી આશા વ્યક્ત કરી હતી.સાથોસાથ લોકસભા ના ઉમેદવાર રામજી ભાઈ ઠાકોર ને પણ જીતાડી મોકલી શુ તેવી આશાઓ વ્યક્ત કરી હતી.