ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાની માઈક્રોફિકશન સ્પર્ધા યોજાઈ

*ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાની માઈક્રોફિકશન સ્પર્ધા યોજાઈ*
તાહિર મેમણ- 17/04/2024 – તા. 15 એપ્રિલ 2024 ના રોજ વિષય આપવામાં આવ્યો હતો. તેનું પરિણામ આજ રોજ 17 એપ્રિલ રામ નવમી ના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યું શબ્દ મર્યાદા 150 થી 250 ની હતી. સ્પધૉ ઓનલાઇન હતી. પરિણામ સમય સવારે 7.00કલાકે જાહેર કરવામાં આવ્યું. તેના અનુસંધાને સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે માર્ટિન ખ્રિસ્તી વ્યવસાયે શિક્ષક ઠાસરા થી ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદન ઉષાબેન દાવડા અંજાર કચ્છ દ્વારા કરવામાં આવી હતી. મહેમાન પરિચય સંસ્થા પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો આ સ્પર્ધા માં ધરા વાણીયા “ધીર”પ્રથમ ક્રમાંક, ચુડાસમા પરમ કિશોરભાઈ દ્વિતિય ક્રમાંક,કિશોર ઉર્મિલા દીપકભાઈ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો નિર્ણાયક ની ભૂમિકા કિરણ ચોનકર દિવાની ધરમપુર દ્વારા ભજવવા માં આવી હતી. રાષ્ટ્ર ગાન ફોરમ આર. મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મંચ સહયોગ પ્રિતી પરમાર પ્રીત દ્વારા નિભાવ્યો હતો પ્રમાણ પત્ર તૈ. કરનાર નિલેશ રાઠોડ નીલ હતાં સર્વ નો હદય પૂર્વક આભાર કવિરાજ દિનેશભાઈ ડીસા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની પૂર્ણાહુતિ 8.00વાગ્યે ભારત માતા ની જય નાદ સાથે છુટા પડ્યા હતાં.