GUJARATLIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેકસન યોજાયો હતો.

તા.17/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેકસન યોજાયો હતો જેમાં ચારેબાજુ ગંદકી જોઈ એસ.પી અકળાયા હતા ગીરીશ પંડ્યા પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર દ્વારા આ વાર્ષિક ઇન્સ્પેકસન યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર એસ.પી. દ્વારા પોલીસ ક્વાર્ટરની મુલાકાત દરમિયાન ગંદકી તેમ આખલા જોવા મળતા જ એસપી ગુસ્સામાં જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર એસ.પી. ગીરીશ પંડ્યા દ્વારા પીએસઆઇને સુચનાઓ આપી હતી જેમાં લીંબડી પોલીસ ક્વાર્ટરમાં ગંદકી કરતી મહિલાઓને મીઠી ભાષામાં સુચના આપી હતી કે જો આ રીતે ગંદકી કરશો તો તમારા ઘરનાની બદલી ઝીંઝુવાડા ખાતે કરવામાં આવશે ત્યાં હાજર મીડીયાને પણ એસપી દ્વારા વિડીયો નહીં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયા દ્વારા લીંબડી પોલીસ મથકમાં યોજાયેલા આ વાર્ષિક ઇન્સ્પેકશનમા લીંબડી પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button