GUJARATMULISURENDRANAGAR

રામનવમીના પવિત્ર દિવસથી મુળી તાલુકાનાં ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજના યુવાનો પ્રચાર ની શરૂઆત

દશ દિવસમાં તમામ ગામોમાં મિટિંગ યોજી ભાજપ વિરુદ્ધ પ્રચારના શ્રી ગણેશ કરતાં ક્ષત્રિય રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો

તા.17/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દશ દિવસમાં તમામ ગામોમાં મિટિંગ યોજી ભાજપ વિરુદ્ધ પ્રચારના શ્રી ગણેશ કરતાં ક્ષત્રિય રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો

રાજકોટ બેઠક ઉપર પરસોતમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી એટલે ક્ષત્રિય સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે ક્ષત્રિયોએ રણનીતિ ઘડી કાઢી છે અને કામ પણ આજે રામનવમીના પવિત્ર દિવસથી શ્રી ગણેશાય કરવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન ની દરેક ગામોમાં મિટિંગ નું આયોજન કરેલ છે અને તમામ સમાજના આગેવાનો વડીલો સાથે મિટિંગ યોજી ક્ષત્રિય સમાજ વિનંતી કરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જણાવશે કાઠી ક્ષત્રિય દરબાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજ મુળી તાલુકાનાં યુવાનો દરેક ગામોમાં જશે અને અન્ય તમામ સમાજોના આગેવાનોને મળશે અને બહેન બેટી ના રૂપાલાના અપશબ્દો નો બદલો હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને પરીણામ બતાવશે આ બાબતે કાઠી દરબાર સમાજના આગેવાન રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે અમોએ રણનીતિ ઘડી હવે રૂપાલા ની ટિકિટ રદ ન કરવામાં આવી એટલે હવે યુધ્ધ એજ કલ્યાણ કરી અમોએ મુળી તાલુકાનાં કાઠી ક્ષત્રિય ગરાસદાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજના યુવાનો એકી સાથે તમામ ગામોનો પ્રવાસ સાથે પ્રચાર કરશે જેમાં ખાસ જે ગામમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા હોય તેવા તમામ ગામોમાં ભાજપને કે ભાજપ ઉમેદવારને કોઈ પ્રચાર સભા કરવા દેવામાં નહીં આવે એ માટે ભાજપ કાર્યાલયને પણ જાણ કરી દેવામાં આવી છે અને ગ‌ઈ કાલેથી જ આવા તમામ ગામોમાં ભાજપ દ્વારા સભાઓ પ્રચાર બંધ રાખવામાં આવેલ હતો આગામી સમયમાં જે સંકલન સમિતી પાર્ટ-૨ અંતર્ગત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તે રૂપરેખા હેઠળ યુવાનો કામ કરશે પરંતુ અમોએ આજના રામનવમીના પવિત્ર દિવસથી જ શરૂઆત કરી છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે યુવાનો ની ટીમ કામે લાગી ગઈ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button