ગાંધીધામ તા. 18. એપ્રીલ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર કચ્છના ગાંધીધામ સંકુલમાં રામનવમીની રથયાત્રામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે તાજેતરમાં ગાંધીધામ સંકુલમાં રામનવમી પર્વની ઉજવણીમાં શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ અને સરઘસ નીકળ્યા હતા. જેમાં SVEEPની ગાંધીધામ તાલુકાની ટીમ દ્વારા TPEO શ્રી સિજુભાઈના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાઓમાં બેનરના માધ્યમ વડે મતદાન જાગૃતિ વિષયક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા ગાંધીધામ સંકુલના બહોળા જનસમુદાય સુધી મતદાન જાગૃતિનો પ્રચાર પ્રસાર થયો હતો.
SVEEP નોડલ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.વાઘેલાના નેતૃત્વ હેઠળ અને મદદનીશ નોડલ જી.જી.નાકર અને શિવુભા ભાટી અને ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રી સંજ્યભાઇ સંકલન કરી રહ્યા છે.
રિપોર્ટટર : રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ (કચ્છ) મોં – 9879011934
[wptube id="1252022"]





