–
*સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત એસ.એસ.અગ્રવાલ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા*
– આગામી તા.૦૭ મી મેના ૨૦૨૪ રોજ ગુજરાત રાજ્યની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન થશે. જે અંતર્ગત નવસારી જિલ્લાનાં સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા જિલ્લાના વિવિધ કોલેજોમાં મતદાન અંગે જાગૃત લાવવા વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નવસારી જિલ્લાની એસ.એસ.અગ્રવાલ કોલેજ ખાતે મતદાન શપથ લેવડાવી વિધાર્થીઓને તેમની ઘરની આસપાસના લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેમાં “જાગૃત બનો મતદાન કરો”, “મતદાન મારો હક, મતદાન કરીએ અને કરાવીએ” જેવા અનેક સુત્રો તથા સ્લોગન થકી જાગૃતિના સંદેશ આપવામાં આવ્યા હતા.
0000000
[wptube id="1252022"]





