GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મહાબીબી ફળી માં રહેતી સાત વર્ષની બાળકીએ રમજાન માં એક માસના રોજા રાખી લોકોને સબ્ર નો ઉદાહરણ પુરુ પાડ્યું

વિજાપુર મહાબીબી ફળી માં રહેતી સાત વર્ષની બાળકીએ રમજાન માં એક માસના રોજા રાખી લોકોને સબ્ર નો ઉદાહરણ પુરુ પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં મહાબીબીની ફળી ખાતે રહેતા મહેમુદ ભાઈ કુરેશી ના દીકરા શાહિદ ભાઈ કુરેશી ની સાત વર્ષની દીકરી મીસબાહ ખાતુને રમજાન માસ માં એક મહિનો સતત રોજા રાખી લોકોને સબ્ર અને ધીરજ નો ઉદાહરણ પુરુ પાડ્યું છે.મુસ્લીમ ધર્મમાં અગીયાર વર્ષ ની ઉપર ના બાળકો ઉપર રોજા રાખવા ફરજ બને છે ત્યારે સાત વર્ષની શાહિદ રઝા કુરેશી ની દીકરી મીસબાહ ખાતુને સમગ્ર માસ દરમ્યાન રાત્રી શહેરી અને સાંજે ઉપવાસ ખોલવા ના સમય સુધી માતા પિતા ની સતત દેખરેખ હેઠળ ઉપવાસ કર્યા હતા હાલમાં મુસ્લીમ સમાજ ના કેટલાંક યુવક યુવતીઓ રોજા રાખવા માટે અસમર્થતા જાહેર કરે છે ત્યારે આ દીકરી એક માસના ઉનાળાની ગરમી માં પણ રોજા રાખી સમાજના લોકોને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button