
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 અનુસંધાને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન અને સુચના મુજબ ડાંગ જિલ્લામાં 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ કાર્યરત હોય જે ચેકપોસ્ટોની વિઝીટ માટે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાઓ નિકળેલ હતા.અને સાપુતારા પોલીસ ચેકપોસ્ટ ઉપર સાંજનાં અરસામાં આકસ્મીક સરપ્રાઇઝ વિઝીટ કરેલ જે દરમ્યાન સાપુતારા ચેકપોસ્ટ ઉપર પો.સ.ઇ. એન.ઝેડ.ભોયા તથા વુ.પો.સ.ઈ. એલ.એમ.ચૌધરી.તથા સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગની કામગીરીમાં જોડાયેલ તે દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્ય પરીવહન નિગમની એક સરકારી એસ.ટી.બસ નં.MH-14-AQ-4252 આવતા તેને ઉભી રાખી તેની અંદર ચેક કરતા એક ઇસમ નામે શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ દત્તારામ દેઠે ઉ.વ.39 ધંધો.રત્નકલાકાર રહે.શ્યામનગર-04, સેવન્થ ડે સ્કુલની પાછળ વિજલપોર-નવસારીનાનો પોતાની પાસે એક થેલો અને એક કોથળામાં વગર પાસ-પરમીટની વિદેશીદારૂની બોટલો જેમાં બેગ પાઇપર, ડિલક્ષ વ્હિસ્કી, 1 લીટરની ટોટલ-18 બોટલો તથા ઓફીસર ચોઇસ વ્હિસ્કી 1 લીટરની ટોટલ-15 બોટલો તથા કરંસ કાસ્ટલે વોડકાની 1 લીટરની ટોટલ-09 બોટલો મળી આ તમામ મહારાષ્ટ્ર બનાવટની કંપનીની શીલબંધ કુલ-42 બોટલો મળી કુલ કિ,રૂ.25,410/- તથા તેની પાસેથી મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂ.10,00/- તથા રોકડા રૂ.1,530/- મળી કુલ કિ.રૂ.36,940/- નાં મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે વિદેશીદારૂની હેરા-ફેરી કરતા ઝડપાઇ ગયો હતો.હાલમાં સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાએ આ ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..