હાલોલ: બાસ્કા નજીક પંચર ટાયર બદલી રહેલા ટ્રાન્સપોર્ટ ટેમ્પોના ડ્રાઈવર,ક્લીનર સહિત ટેમ્પોને ટેન્કરે ઉછાળી દેતા બેને ગંભીર ઈજાઓ,અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૪.૨૦૨૪
વડોદરા હાલોલ રોડ ઉપર બાસ્કા પાસે એક પીકઅપ ટેમ્પો વાનને ટેન્કરે પાછળથી ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમા પીકઅપના ડ્રાઈવર ક્લીનર ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા.અમદાવાદથી ટ્રાન્સપોર્ટ નો સામાન ભરીને ગત રાત્રે નીકળેલી આ પિકઅપ નું ટાયર પંચર થતાં ડ્રાઇવર અને ક્લીનર ટાયર બદલી રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા ટેન્કરે ટેમ્પો સહિત બંનેને ઉછાળી મૂક્યા હતા.અકસ્માત બાદ ટેન્કર ચારક ઘટના સ્થળે ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો હતો.વિરમગામ અમદાવાદ ના વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટ ની એક પિકઅપ ગાડી સામાન ભરી હાલોલ ખાલી કરવા આવી હતી આજે બપોરે વડોદરા હાલોલ રોડ ઉપર બાસ્કા પાસે ગાડી નું ટાયર પંચર થતા ગાડી લઈ આવેલા વીઠલાપુર ગામના ડ્રાઈવર અજિત ઠાકોર અને ગાજીયાબાદ યુપી નો ક્લીનર રામેકલાલ કુમાર બંને ગાડી નું ટાયર બદલી રહ્યા હતા ત્યારે પાછળ થી આવેલા ટેન્કરે રોડ ઉપર ટાયર બદલી રહેલા ડ્રાઇવર કંડકટર સહિત ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં પિકઅપ માં ભરેલો ટ્રાન્સપોર્ટ નો સામાન રોડ ઉપર અસ્તવ્યસ્ત થયો હતો. ડ્રાઈવર અજિત નો જમણો હાથ ફ્રેકચર થયો હતો અને ક્લીનર ને બેશુદ્ધ હાલત માં હાલોલ સરકારી હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડ્રાઈવર ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસેસજી હોસ્પિટલ મોકલી આપ્યો છે.










