KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે આગામી ઈદ ના તહેવારને અનુલક્ષીને સીઆઇએફએસઆરપી અને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

તારીખ ૧૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આવતીકાલે મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ની પૂર્ણાહૂતિ થવાથી રમજાન ઈદ નો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશન ના સીની .પી.એસ.આઇ સીબી બરંડા તેમજ પીએસઆઇ એલ એ પરમાર તેમજ ટાઉન પોલીસ જમાદાર ભાવેશભાઈ કટારીયા અને પોલીસ સ્ટાફ તેમજ એસઆરપી અને સીઆઇએફએસ ના જવાનો તેમજ હોમગાર્ડ દ્વારા સમગ્ર કાલોલ ટાઉન વિસ્તારમાં તેમજ દેલોલ ખાતે યોજવામાં આવી હતી. આવનાર તહેવાર શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેમજ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કાલોલ નગર તેમજ દેલોલ ખાતે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

[wptube id="1252022"]









