
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરથી દૂધની ડેરી આગળથી જીઆઇડીસી તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસમાર થયો છે ગટર સહિતના ગંદા પાણીના ભરાવાથી અહીંથી પસાર થતા રાહદારી, વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યારે આ બિસમાર રસ્તાના કારણે વાહનો સ્લીપ તેમજ ફસાઇ જવાના બનાવો વધ્યા હોવાની રાવ ઉઠી છે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર સહિતના લોકો અને કામદારો વઢવાણ દૂધની ડેરી આગળથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે કારણે આ રસ્તા પરથી જીઆઈડીસી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ જવામાં સરળતા રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસમાર બની જતા ખાડાઓ પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે બીજી તરફ રસ્તો ખરાબ હોવાના કારણે મહિલાઓ સહિતના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ રસ્તા પર જીઆઇડીસીના કારખાનાઓમાં જતા કામદારો તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોના લોકોની અવરજવર વાહનો સાથે પણ વધુ રહે છે ત્યારે અહી વાહનો ફસાઇ જવાના બનાવો બની રહ્યા છે આ અંગે પ્રકાશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર વગેરેએ જણાવ્યું કે આ રસ્તા પરથી દિવસ રાત રાહદારીઓ અને કામદારો પસાર થઇ રહ્યા છે ગટર સહિતના ગંદા પાણીના ભરાવાથી બિસમાર રસ્તાના કારણે હાલાકી તો પડે જ છે અને અકસ્માતનો પણ લોકોને ભય રહે છે વાહનો સ્લીપ તેમજ ફસાઇ જવાના બનાવો વધતા આ રસ્તાનું રિપેરીંગ કે માટી બુરાણ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.