GUJARATMULISURENDRANAGAR

મુળી સરલા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીના પાણી રસ્તા પર ફરી વળ્યા.

ગટરના ગંદકીભર્યા પાણી નો નિકાલ જ બંધ કરવામાં આવતાં રહિશો ત્રાહિમામ

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગટરના ગંદકીભર્યા પાણી નો નિકાલ જ બંધ કરવામાં આવતાં રહિશો ત્રાહિમામ


મુળી તાલુકાનાં સરલા ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે લોકો ગંદકીના પાણીથી પરેશાન બન્યા છે ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગટરના ગંદકીના પાણી ફરી વળતા રોગચાળો ફેલાયો છે મચ્છરોનો ઉપદ્રવ થયો છે છેલ્લા બે વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગંદકીના પાણી ફરી વળે છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત અનેક વખત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ ગંદકી પાણીનો નિકાલ માટે ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે સરલાના રહીશ મહિલાઓ હાલ પરેશાન છે ગગજીભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત સરલાનો અણઘડ વહીવટ મુખ્ય કારણ છે છેલ્લા બે વર્ષ થી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળે છે ત્યારે વડીલો વૃધ્ધોને આવવા જવામાં ખાસ તકેદારી રાખવી પડે છે અને આખી શેરીમાં રોગચાળો ફેલાયો છે મચ્છરોનો ઉપદ્રવ થયો છે તેમ છતાં સરપંચ કે તલાટી દ્વારા કોઈ સ્વસ્થતાના પગલાં ભરવામાં આવતા નથી જયારે સ્વચ્છતાની ગ્રાન્ટને ખોટા બીલો બનાવી અન્યત્ર વેડફાટ કરવામાં આવે છે મહિલાઓએ પણ આ વાત આક્રોશ સાથે વર્ણવી હતી હવે જોવાનુ એ રહ્યું કે આ ગંદકીના ગટરના પાણીનો નિકાલ કોણ કરશે?.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button