GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ નુ માર્ગ અકસ્માતમાં મોત થતા સમગ્ર નગરમાં શોક છવાયો

તારીખ ૦૯/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયા નુ બગોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હોવાની વિગતો જાણવા મળી છે. તેઓની કાર ને અક્સ્માત સર્જાયો હતો. હરપાલસિંહ સિસોદિયા મુળ મહીસાગર જીલ્લાના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલમા રહેતા હતા કાલોલ મા દાદાભાઈ ના હુલામણા નામે ઓળખાતા હતા.કાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર અને ખુબ મળતાવડા સ્વભાવને કારણે યુવાઓ મા લોકપ્રીય બન્યા હતા તેઓ કાલોલ નગર યુવા મોરચા ના પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા સેવાકીય અને ધાર્મીક પ્રવૃતિઓ મા હંમેશા આગળ પડતા હતા. તેઓના અચાનક અવસાન ને કારણે કાલોલ યુવા મોરચા સહિત ભાજપ મંડળ અને સમગ્ર પાર્ટી ના કાર્યકરો મા ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાલોલ શહેર મહામંત્રી સહિત યુવા મોરચા કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા છે. ધટના સ્થળે થી કાર્યકરો ના જણાવ્યા મુજબ પાણી ની ટેન્કર રોડ પર ઊભી રહીને પાણીનો છંટકાવ કરી રહી હતી તે સમયે હરપાલસિંહ ની કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button