લખતર તાલુકાના કારેલા તેમજ કડુ ગામમાં પરસોત્તમ રૂપાલાના બેનરો લગાવી વિરોધ કર્યો.

તા.09/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા તેમજ કડુ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં ગામમાં બેનરો થકી વિરોધ પણ પ્રદર્શિત થશે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયેલો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેવામાં લખતર તાલુકામાં પણ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી તેમજ અમુક ગામોમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે હવે તાલુકાનાં કારેલા ગામમાં પણ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોને પ્રવેશ બંધીનાં બેનરો લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જ્યારે લખતર તાલુકાનાં કડું ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા હતા નોંધનીય છે કે, ધીમે ધીમે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવા બેનરો લાગતા આગામી સમયમાં તેના કેવા પ્રત્યાઘાતો પડે છે તે તો સમય જ કહેશે આમ દિવસેને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધ વધી રહ્યો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.





