અંબાજીમાં ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં આવ્યો

8 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
09 એપ્રીલ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજ્જારો દર્શનાર્થીઓ ને દર્શન આરતી નો લાભ સરળતાથી મલી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશય થી અંબાજી મંદિર માં વિક્રમ સંવત ના નવા વર્ષ થી એટલે કે 09 એપ્રીલ ને ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં આવ્યો છે જેમાંસવારે આરતીઃ- 07.00 થી 07.30ઘટ સ્થાપન સવારે – 9.15 થી 9.45સવારે દર્શનઃ- 07.30 થી 11.30બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધીસાંજ ની આરતીઃ- 19.00 થી 19.30જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે અનેચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશેજોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લઇ અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. ને લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધારી આરતી નો લ્હાવો લેતા હોય છે.ઉપરોકત માહિતી અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.