
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને પ્રવેશ બંધીના બેનર લાગ્યા, ટીકીટ રદ કરો એક જ માંગ

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ પક્ષ ટીકીટ રદ કરેની માંગ પર અડગ બની વિરોધ નોંધાવી રહ્યા છે જીલ્લાના 10થી વધુ ગામમાં રૂપાલાની ટીકીટ રદ ન થાય તો ભાજપ માટે પ્રવેશબંધીના બેનર લગાવી દીધા છે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર લગાવવામાં આવી રહ્યા છે મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ભાજપ પ્રવેશ પ્રતિબંધ બેનર સાથે રેલી કાઢી હાય રે રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની આગ ધીરેધીરે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી પ્રસરતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર કરવા જતા ડરી રહ્યા હોવાનું અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે









