BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં NMMS પરીક્ષાર્થીઓનું અનોખું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

8 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

આદર્શ ખાતે 7 એપ્રિલ ના રોજ ધો-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા “NMMS શિષ્યવૃત્તિ” પરીક્ષા યોજવામાં આવેલ. જે અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ તંદુરસ્ત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા વિદ્યાર્થીઓને પ્રેરક પ્રોત્સાહન મળે તથા સરકારશ્રીની મેરીટ આધારીત શિષ્યવૃત્તિ યોજનાનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી, શાળાના આચાર્યશ્રી સુપરવાઈઝરશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ મિત્રોના વરદ્દ હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ, ચોકલેટ તથા બોલપેન આપી ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ શાળાની વ્યવસ્થા જોઈ હર્ષોલ્લાસ થયા હતાં.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button