
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાતમાં અસહ્ય ગરમી જોવા મળી રહી છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન પહોંચ્યુ હતુ.હાલમાં ડાંગ જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાં પરેશાન થવુ પડી રહ્યુ છે.ફાગણ માસની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે.ચૈત્ર મહિનો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે અને સાંજ પછી થોડા અંશે શિતળતા વર્તાઇ રહી છે.ડાંગ જિલ્લામાં રવિવારે તાપમાનનો પારો ૩૮ ડિગ્રીથી 40 ડિગ્રી સુધી પાર કરી ગયો હતો.રવિવારે આહવા પંથકમાં 40 ડિગ્રી સે. તાપમાન, સુબીર પંથકમાં 40 ડિગ્રી સે. તાપમાન, સાપુતારા ખાતે 37 ડિગ્રી સે. તાપમાન તથા વઘઈ ખાતે 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતુ.રોજેરોજ બપોરનાં અરસામાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટમાં પશુઓ,જંગલી પ્રાણીઓ સહિત જનજીવન ત્રસ્ત બની રહ્યા છે.જિલ્લામાં ગરમી વધતા લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.તેમજ બપોરના સમયે રસ્તાઓ પણ ઘણી વખત સુમસાન જોવા મળી રહ્યા છે. ટોપી – દુપટ્ટો વગેરેનો ઉપયોગ કરી તથા ઠંડા પીણાનો સહારો લઈને ડાંગ જિલ્લા વાસીઓ ગરમીથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે..





