BANASKANTHAGUJARATPALANPUR

અમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો દીક્ષાંત સમારોહ યોજાયેલ

7 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

અમીરગઢની ગવરા પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકોના દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી એના પછી શાળા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 8ના બાળકોએ શાળાકીય અભ્યાસ દરમિયાન થયેલા પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું તેમજ ધોરણ 8 ના વર્ગ શિક્ષક દીપેશભાઈ રાવલ તેમજ ઉમેશભાઈ પટેલ, કમલેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સેભરા, પ્રકાશસિંગ,પિન્કીબેન, રીન્કુ બેન ,જીગીશાબેન ,નિશાબેન તેમજ શાળાના આચાર્ય શ્રી સેજલબેને બાળકોને આશીર્વચન આપ્યા તેમજ દરેક વિદ્યાર્થી ધોરણ 9 માં પ્રવેશ મેળવે અને વ્યસન મુક્ત રહી ખૂબ જ સારો અભ્યાસ કરી ગવરા પ્રાથમિક શાળા, કુટુંબ અને ગામનું નામ રોશન કરે તેવા આશીર્વાદ શાળા પરિવારે આપ્યા હતા.ધોરણ 8 ના બાળકોને શાળા પરિવાર તરફથી ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી અને ધોરણ સાતના વિદ્યાર્થીઓ તરફથી ધોરણ 8 ના દરેક વિદ્યાર્થીને બોલપેન પણ આપવામાં આવી હતી તેમજ ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિદાય ગીત ગાવામાં આવ્યું હતું તેમજ સંગીત શિક્ષક ભાવેશભાઈ બારોટે પણ વિદાય ગીત રજૂ કર્યું હતું.સમગ્ર શાળા પરિવાર તરફથી શાળાના બાળકો ને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ પટેલે કર્યું હતું.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button