CHOTILAGUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગર લોકસભા સીટના પ્રભારી તરીકે કોગ્રેસ દ્વારા પ્રદિપભાઈ દવેની નિમણુંક

સુરેન્દ્નગર જિલ્લામાં કોગ્રેસ તરફી ૨૦૧૭ માં જવલંત વિજય અપાવનાર દવેને ફરી જવાબદારી સોંપાઈ.

તા.07/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્નગર જિલ્લામાં કોગ્રેસ તરફી ૨૦૧૭ માં જવલંત વિજય અપાવનાર દવેને ફરી જવાબદારી સોંપાઈ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર પ્રભારી તરીકે પ્રદિપભાઈ દવે બકાભાઈની નિમણુંક કરવામાં આવી છે પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલ અને શૈલેષભાઇ પરમાર દ્વારા તેઓની કામગીરી જોઈને ખાસ ઓર્ડર કરવામાં આવતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે બકાભાઈને ૨૦૧૭ ની વિધાનસભા સમયે સુરેન્દ્રનગર જિલ્લા અને ચોટીલા વિધાનસભા જવાબદારી આપેલ ત્યારે તેઓએ સમગ્ર જિલ્લા માં પાંચ વિધાનસભામાં થી ચાર વિધાનસભા ઉપર કોગ્રેસને જવલંત વિજય અપાવી કોગ્રેસના વિજય પતાકા લહેરાવી આપેલ અને ખાસ ચોટીલા વિધાનસભા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા માં પચ્ચીસ હજારથી વધુ મતે ચોટીલા વિધાનસભા સીટ કબજે કરી હતી ૨૦૧૭ ની સફળ કામગીરી અને કાર્યશૈલી જોઈ ફરી તેઓની કોગ્રેસ દ્વારા પ્રભારી તરીકે વરણી કરાતા તેઓની કુનેહ થકી કાર્યકરોને વિશ્વાસમા લ‌ઈ તેઓની કુનેહ થકી લોકસભા સુરેન્દ્રનગર સીટ કોગ્રેસ જીતશે જ તેવી આશા કાર્યકરોમાં ઉત્સાહ સાથે જાગી છે બકાભાઈ જિલ્લાના એક એક ગામમાં પરિચિત છે તમામ કાર્યકર્તાથી પરિચિત છે ત્યારે કોગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ભાજપ સામે ટક્કર આપશે અને જીત પણ મેળવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button