નવાબ તાલે મહંમદખાન સિલ્વર જયુબિલી જાગીરદાર વિદ્યાસંકુલ માં બાળકીનું સન્માન કરવામાં આવેલ


4 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
નવાબ સાહેબ શ્રી તાલે મોહંમદ ખાન સિલ્વર જયુબિલી જાગીરદાર વિદ્યા સંકુલ પાલનપુર ખાતે બાળકીનું સન્માન કરાયું.હાલ ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે જે હવે પૂર્ણતાના આરે છે. આ પવિત્ર મહિના દરમિયાન અબાલ વૃદ્ધ બધા જ મુસલમાનો રમજાન મહિનાના રોજા રાખી સંયમ કેળવી ખુદાની ઇબાદત કરે છે. રમજાન મહિનો માણસને સાચો રસ્તો બતાવી સંસ્કારોનું સિંચન કરે છે તથા સંયમ કેળવવાની પ્રેરણા આપે છે. ત્યારે ટી એસ જે વિદ્યા સંકુલ પાલનપુર ખાતે બાલવાટીકામાં અભ્યાસ કરતી છ વર્ષની ઇરા નામની બાલિકાએ 38 થી 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ પુરા મહિનાના 15 કલાકના રોજા રાખી બાળકોમાં ઈબાદત સંયમ અને પ્રેરણા નો દાખલો બેસાડ્યો છે જેને આજરોજ શાળા પરિવાર વતી સન્માનવામાં આવી હતી. શાળાના આચાર્ય ડોક્ટર નસીમબેન પઠાણે વિદ્યાર્થીઓને રોજા સાથે જોડાયેલી સૈયમી બાબતોની જાણકારી આપી બાળકોને જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી સારા નાગરિક બનવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ આચાર્ય બેને બાળકી ઈરાનું ફૂલહાર થી સન્માન કરી તેને ભેટ આપી હતી. ઈરાની વર્ગ શિક્ષિકા મારિયા બહેને પણ ઈરાને ભેટ આપી હતી અને શાળા પરિવાર વતી રુક્ષાર બેને પણ બાળકીને ભેટ આપીને આવકારી હતી.