
તા.૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા રાજકોટ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મત જાગૃતિને પગલે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભાવી ભવિષ્યએ આવનાર સમયમાં અવશ્ય મતદાન કરશે તેવ સંકલ્પ લેવડાવવામા આવ્યા હતા.

જેમાં પડધરી તાલુકાના નાના ઈટાળા ગામના ભાગ નં.૨૮૧ બી.એલ.ઓ. દ્વારા તેઓના ભાગમાં ફરીને મતદારોને મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા મતદાર જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવેલ હતી. સાથે આસપાસની શેરીમાં રહેતા લોકોને પણ મત આપવા માટેની અપીલ કરી અને જાગૃત કર્યા હતા. વધુમાં વધુ ૭ મે ના રોજ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પ્રેરિત કરે તેવી પણ અપીલ કરી હતી.








