MORBI:મોરબી જિલ્લાના 16 ગામોને ટ્રેકટર ટ્રોલી અને 3 ગામોને જેટિંગ મશીન અપાયા
મોરબી જિલ્લાના 16 ગામોને ટ્રેકટર ટ્રોલી અને 3 ગામોને જેટિંગ મશીન અપાયા
મોરબી જિલ્લાના ગામડાઓમાં પણ સ્વચ્છતા જળવાય એ માટે જિલ્લા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતની 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી ખરીદ કરવામાં આવી છે અને જિલ્લાના 16 ગામોને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભૂગર્ભના પ્રશ્નોના સોલ્યુસન માટે 3 ગામોને જેટિંગ મશીન પણ ફાળવવામાં આવ્યા છે
મોરબી જિલ્લાના ગામડાઓમાં શહેરની જેમ ડોર ટુ ડોર કચરા કલેકશન થઇ શકે અને સ્વચ્છતા જળવાય તે માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 15 માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી 75 લાખના ખર્ચે 16 મીની ટ્રેકટર ટ્રોલી મોરબીના થોરાળા,ચકમપર, મોડપર, બેલા(આ), પંચાસર, જુના નાગડાવાસ, જાંબુડિયા, આમરણ, અણીયારી, મહેન્દ્રનગર, બેલા(રં), ટંકારાના બંગાવડી, વાંકાનેરના પલાસ અને જોધપર, હળવદના દેવીપુર, ખેતરડીના સરપંચને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ઉભરાતી ભૂગર્ભ ગટરના સોલ્યુસન માટે 35 લાખના ખર્ચે માળિયાના ખાખરેચી અને મોટા દહીંસરા અને મોરબીના રવાપર ગામને જેટિંગ મશીન ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીઓને જિલ્લા પંચાયત ખાતે અર્પણ કરાયા હતા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ડીડીઓ જે. એસ. પ્રજાપતિ, કારોબારી ચેરમેન પ્રવીણ સોનગ્રા, જયંતીભાઈ પડસુમ્બીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જીગ્નેશ કૈલા, નાથુભાઈ કડીવાર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.








