SURATSURAT CITY / TALUKO

૧૧ વર્ષના બાળકે ૪ વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ રૂદરપુરા પોલીસ લાઈન પાસે નવાબી મસ્જિદ નજીક રહેતા માત્ર 11 વર્ષના બાળકે ઘર પાસે જ રહેતી ચાર વર્ષની બાળકી પર દાનત બગાડી હતી. બે દિવસ અગાઉ બંને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે અચાનક જ બાળક બાળકીને લઈને પોતાના ઘરમાં ગયો હતો. જ્યાં એકલતાનો લાભ ઉઠાવી બાળકીના કપડા ઉતારી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બાળકે આ વાત કોઈને પણ ન કહેવા માટે ધમકી પણ આપી હતી.

બનાવને પગલે બાળકીના પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 11 વર્ષના બાળક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રુદરપુરા પોલીસ લાઈન પાસે નવાબી મસ્જિદના નજીકમાં રહેતા માત્ર 11 વર્ષના બાળકે ઘર પાસે રહેતી માત્ર ચાર વર્ષની બાળકી પર દાનત બગાડી હતી.

ગત તારીખ 29/3/2024 ના રોજ બપોરના સમયે બંને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે અચાનક જ 11 વર્ષનો બાળક તેને લઈને પોતાના ઘરે ગયો હતો. જ્યાં બાળકીના કપડા ઉતારી નાખી તેની સાથે અડપલા કરી બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત ચપ્પલ વડે ગુપ્તાના ભાગમાં માર માર્યો હતો. જેના કારણે બાળકીને ગુપ્તાંગમાં ઇજા પણ પહોંચી હતી. શરૂઆતમાં બાળકે આ વાતની જાણ કોઈને ન કરવા બાળકીને ધમકી આપી હોવાથી બાળકીઓ કોઈને આ વાતની જાણ કરી ન હતી પરંતુ બીજા દિવસે ભાંડો ફૂટતા બાળકીના પરિવારે આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હાલતો 11 વર્ષના બાળક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button