
તા.૨૨.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાની કપચી ઓવરલોડ ભરેલો હાઇવા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પાવાગઢ રોડ કાળીભોંય ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.ત્યારે એક હાઈવા ટ્રક જીની કપચી ભરેલ જઇ રહ્યો હતો.પોલીસે તેને રોકી ચાલકનું નામઠામ પૂછતા જીતેન્દ્રકુમાર ચંદુભાઈ ભાભોર રહે.વાલૈયા.તા.ગોધરા જણાવ્યું હતું જ્યારે તેના માલિકનું નામઠામ પૂછતા સલમાન સલીમ મન્સૂરી રહે.ટીમ્બા રોડ.તા.ગોધરા હોવાનું જણાવ્યું હતું.ચાલકને ટ્રક માં ભરેલી નાની ગ્રીટ અંગે રોયલ્ટી બાબતે પૂછતાછ કરતાં રોયલ્ટી માં દર્શાવેલી તેમજ વજન કાંટા માં દર્શાવેલ વજન રોયલ્ટી કરતા ઓવરલોડ ભરેલ હોવાનું જણાઈ આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જીની કપચી ભરેલ હાઈવા ટ્રક ને પોલીસ કોટર કમ્પાઉન્ડ મૂકી દેવામાં આવી હતી.










